મંદિર ફળિયા આછવણી ખાતે શ્રી એન.પી.શાહ એન્ડ શ્રીમતી બી.એમ.લાડ હાઈસ્કૂલ આમધરાનો NSS કેમ્પ યોજાયો.

 


તારીખ ૧૪-૦૨-૨૦૨૩ થી તારીખ ૧૬-૦૨-૨૦૨૩ દરમ્યાન મંદિર ફળિયા આછવણી ખાતે શ્રી એન.પી.શાહ એન્ડ શ્રીમતી બી.એમ.લાડ હાઈસ્કૂલ આમધરા તા - ચીખલી જિ.નવસારીનો (રાષ્ટ્રીય સેવા યોજના) NSS કેમ્પ યોજાયો હતો. જેમાં  આમધરા હાઈસ્કૂલના ધોરણ ૯ થી૧૧  શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જોડાયા હતા. પ્રથમ દિવસે NSS કેમ્પમાં જોડાયેલ શિક્ષકોનું ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને ડેબરપાડા કેન્દ્ર શાળાનાં નિવૃત્ત કેન્દ્ર શિક્ષક શ્રી ફતેહસિંહ સોલંકી અને આ શાળાના જ નિવૃત્ત કેન્દ્ર શિક્ષક શ્રીમતી સુધાબેન સોલંકીનાં હસ્તે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનાં ત્રણ દિવસનાં કાર્યક્રમ દરમ્યાન તેઓ આ શાળામાં રાત્રી રોકાણ કર્યું હતું.અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.

Post a Comment

0 Comments