ખેરગામ બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નવસારી જિલ્લા પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર અને ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલનાં હસ્તે ખુલ્લુ મુકાયું.

 



ખેરગામ દૈનિક |૧૩-૧૦-૨૦૨૩

ખેરગામ તાલુકાની  આછવણી મંદિર ફળિયા પ્રાથમિક શાળા ખાતે તારીખ ૧૩-૧૦-૨૦૨૩ થી૧૪-૧૦-૨૦૨૩ એમ દ્વિ - દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નવસારી જિલ્લા પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર  અને ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મકાયું. 

જે ગાંધીનગર GCERT પ્રેરિત, નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માર્ગદર્શન હેઠળ ખેરગામ બીઆરસી આયોજીત બ્લોક કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકાના ૫ કલસ્ટરની ૨૫ શાળાના ૫૦ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. 

આ બાળ-વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો. આ અંતર્ગત જુદા- જુદા પાંચ વિભાગો સ્વાસ્થ્ય, જીવન- પર્યાવરણને અનુરૂપ જીવન-શૈલી, કૃષિ- ખેતી, પ્રત્યાયન અને વાહનવ્યવહાર, ગણનાત્મક ચિંતન કમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા વિષયો સંદર્ભે ૨૫ કૃતિઓ રજૂ કરાઈ હતી. 

      જેમાં ખેરગામ નવસારી જિલ્લા પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, તાલુકાનાં પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદી, નવસારી જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રી સુમિત્રાબેન પટેલ, આછવણી ગામના આગેવાન અને ખેરગામ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી  ચુનીભાઈ પટેલ, ગામનાં સરપંચશ્રી વિરલાબેન પટેલ,નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ, નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી, ખેરગામ તાલુકાના નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, નવસારી ડાયટનાં લેકચરરશ્રી ડૉ.પ્રકાશભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ તથા સીઆરસીઓ, બી.આર.પી,  નવસારી જિ.પ્રા.શિ.સંઘના સહમંત્રી ગોવિંદભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તથા  હોદ્દેદારો, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ફતેહસિંહ સોલંકી, બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો, ગ્રામજનો, શાળા પરિવાર,તાલુકાના શિક્ષકો,મુખ્ય શિક્ષકો, એસ.એમ.સી સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.









Post a Comment

0 Comments